ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં દેશમાં જો કોઈ ત્રાસવાદી ઘટના બનશે છે તો તેને યુદ્ધની કાર્યવાહી એટલે કે ‘એક્ટ ઓફ વોર’ માનવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદ સામે ભારત હવે વધુ કડક કાર્યવાહી કરશે.
ભારતે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો હતો કે, જો પાકિસ્તાનમાંથી ત્રાસવાદીઓ તરફથી કોઈ એવું કોઇ કૃત્ય કરવામાં આવશે તો ભારત તેને પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના તરફથી ભારત સામે જાહેર યુદ્ધ તરીકે માનશે. કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદીઓ દ્વારા 26 હિન્દુઓની હત્યા પછી ભારત સરકારની નીતિમાં આ મોટો ફેરફાર આવ્યો છે. આ ઘટનાના જવાબમાં ભારતીય સેના એ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં અનેક હુમલા કર્યા છે, જેમાં ઘણા ત્રાસવાદી માર્યા ગયા છે.
