અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના નોર્થ કાસ્કેડ્સ રેન્જમાં એક પર્વત પરના ચઢાણ દરમિયાન થયેલા અકસ્માતમાં ભારતીય મૂળના ટેકનોલોજી પ્રોફેશનલ વિષ્ણુ ઇરિગિરેડ્ડી સહિત ત્રણ લોકોના મોત થયા હતાં.

સિએટલના રહેવાસી 48 વર્ષીય વિષ્ણુ શનિવારે તેના ત્રણ મિત્રો ટિમ ન્ગ્યુએન (63), ઓલેક્ઝાન્ડર માર્ટીનેન્કો (36) અને એન્ટોન ત્સેલિખ (38) સાથે કાસ્કેડ્સના નોર્થ અર્લી વિન્ટર્સ સ્પાયર વિસ્તારમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.ક્લાઇમ્બિંગ વેબસાઇટના અહેવાલ મુજબ આ ગ્રુપે તોફાન આવતા જોયું હતું અને પાછળ હટવાનું શરૂ કર્યું હતું પરંતુ ઉતરાણ દરમિયાન ટીમનો એન્કર પોઈન્ટ નિષ્ફળ ગયો  હતો અને તેઓ 200 ફૂટ નીચે પડ્યાં હતાં.

વિષ્ણુના મિત્રો અને પરિવાર તેમને એક અનુભવી પર્વતારોહક ગણાવ્યાં હતાં. વિષ્ણુ ગ્રેટર સિએટલ વિસ્તારમાં ટેસ્ટ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફ્લુક કોર્પોરેશનમાં એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હતાં.

LEAVE A REPLY